Connect Gujarat
દેશ

જમ્મુ અને કાશ્મીર : કિશ્તવાડ જિલ્લામાં એક કાર પડી ખીણમાં, 8 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા

જમ્મુ અને કાશ્મીર : કિશ્તવાડ જિલ્લામાં એક કાર પડી ખીણમાં, 8 લોકોના મોત
X

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના કિશ્તવાડ જિલ્લાના ચટરુમાં થઈ હતી જ્યાં એક કાર ખાડીમાં પડી હતી. ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં પીએચસી ચટરુમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્તિ કર્યું છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિંગમથી ચટરુ તરફ મુસાફરોને લઈ જતી એક એસયુવી બોંડા ગામ નજીક બપોરે 3.15 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. વાહન પહાડી રોડ પરથી ખાડીમાં પડતાં જ પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્થાનિક ગ્રામજનો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કિશ્તવાડના ડીસી દેવાંશ યાદવે જણાવ્યું કે, નાની બાળકી સહિત 8 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. મેડિકલ ટીમ ઘાયલોની સારવાર કરી રહી છે. અમે જરૂરી વળતર આપીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કિશ્તવાડમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. મારા સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય. આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

Next Story