New Update
જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા.
પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. આ અભિયાન દરમિયાન અથડામણ શરુ થઈ, જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
Latest Stories