Connect Gujarat
દેશ

જમ્મુ ટાર્ગેટ કિલિંગ મામલો,આજે આવી શકે છે મોટો નિર્ણય

જમ્મુ ટાર્ગેટ કિલિંગ મામલો,આજે આવી શકે છે મોટો નિર્ણય
X

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મામલે આજે અમિત શાહની અધ્યક્ષતામાં બપોરે હાઈ લેવલની બેઠક યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બીજી મોટી બેઠક મળશે. જણાવી દઇએ કે, કાશ્મીરમાં આતંકીઓ 22 દિવસમાં 8 ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ હાજર રહેશે.

અમિત શાહ સાથે નોર્થ બ્લોક કાર્યાલયમાં આ બેઠક મળશે. જેમાં રક્ષા વિશેષજ્ઞ ડોભાલ, RAW પ્રમુખ સામંત ગોયલ હાજર રહેશે.કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે.15 જ દિવસમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ટાર્ગેટ કિલિંગ મામલે બીજી મોટી બેઠક મળશે. આ બેઠક બાદ ટાર્ગેટ કિંલિંગ મામલે ગૃહમંત્રી અમિત શાહ મોટો નિર્ણય લઈ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ની ઘટનાઓ આજકાલ વધી રહી છે. હજુ તો ગઇકાલની બેન્ક મેનેજરની હત્યાની ઘટના તાજી જ છે ત્યાં ફરી બે શ્રમિકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બડગામ જિલ્લામાં બની છે. ગુરુવારે એક આતંકી હુમલામાં ચદુરા વિસ્તારમાં આતંકીઓએ ઇંટોના ભઠ્ઠા પર કામ કરતાં બે પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ બંને મજૂરોને ગોળી મારી હતી જેમાં એકનું મોત થઈ ગયું હતું અને બીજો શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો.કાશ્મીરમાં ખીણમાં હવે સ્થિતિ વધુ ને વધુ ખરાબ બનતી જાય છે. અહીં આતંકીઓની નાપાક હરકતો વધી રહી છે આતંકીઓ જાણે સરેઆમ ઘૂમી રહ્યા હોય અને તેઓને કોઈની પરવા ન હોય તેવી સ્થિતિ છે. કાશ્મીર ખીણમાં પેલી મે થી ટાર્ગેટ કિલિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે

Next Story