Connect Gujarat
દેશ

કેરળ હાઇકોર્ટનો દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો, વાંચો શરીરના કયા ભાગ પર જાતીય હુમલો પણ રેપ ગણાશે

35 વર્ષીય એક યુવાને તેની પડોશમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકને આજીવન કારાવાસની સજા ફટકારી હતી

કેરળ હાઇકોર્ટનો દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો, વાંચો શરીરના કયા ભાગ પર જાતીય હુમલો પણ રેપ ગણાશે
X

જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને ઝિયાદ રહેમાનની આગેવાવાળી ખંડપીઠે જણાવ્યું કે જ્યારે છિદ્રમાં દાખલ કરવા જેવી સંવેદના અનુભવવાના હેતુ માટે બન્ને પગ સીધા રાખવાની ચાલાકી કરવામાં આવે ત્યારે તે ક્રિયાને પણ રેપ ગણવામાં આવે છે. આ રીતે પકડી રાખવામાં આવેલી જાંઘની વચ્ચે પેનિટ્રેશન (જનેન્દ્રિય દાખલ) કરવામાં આવે ત્યારે તો તે નિશ્ચિતપણે રેપ કહેવાય છે. 35 વર્ષીય એક યુવાને તેની પડોશમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે આરોપ યુવકને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આરોપીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ કેસમાં પીડિતાની જાંઘની વચ્ચે પેનીટ્રેશન કરાયું હતું જેને જાતિય કૃત્ય તરીકે ગણવામાં આવ્યું. કોર્ટે કહ્યું કે ટૂંકમાં કહીએ તો સેક્શન 375 માં સમાવિષ્ટ રેપની પરિભાષા, સ્ત્રીની જનેન્દ્રિય, ગુદામાર્ગ, મૂત્રમાત્ર કે શરીરના બીજા કોઈ ભાગમાં થતો યૌન હુમલો, છિદ્રમાં દાખલ થવા જેવી સંવેદના અનુભવવી પણ રેપની પરિષાભામાં આવે છે . કોર્ટે કહ્યું કે અમને પહેલેથી માલૂમ પડ્યું છે કે 2013 ના એક્ટ 13 દ્વારા સુધારિત કલમ 375 માં રેપની પરીભાષાને વધારે વિસ્તૃત બનાવાઈ છે તેમાં જનેન્દ્રીયમાં પેન્સિલ નાખવાની ક્રિયાને પણ રેપ તરીકે ગણવામાં આવ્યો છે. કોર્ટના આદેશમાં જણાવ્યા મુજબ, કેસ 2015 નો છે જ્યારે તિરુમારડી સરકારી શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો હતો. પીડિતા તેની માતા સાથે પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હાજર થઈ હતી. તબીબી તપાસ દરમિયાન પીડિતા પર પાડોશી દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ડોક્ટરે માતાને જાણ કરી હતી અને તેને પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. આ કેસ પછી ગયો કે IPC ની કઈ કલમ લાદવામાં આવશે અને હુમલાને બળાત્કાર ગણવામાં આવશે કે કેમ."375 (c) માં જોગવાઈ અત્યારે અસ્તિત્વમાં છે તે પ્રમાણે બળાત્કાર થાય છે તે વાંચે છે: (c) સ્ત્રીના શરીરના કોઈપણ ભાગમાં ચાલાકી કરે છે જેથી યોનિ, મૂત્રમાર્ગ, ગુદા અથવા આવી સ્ત્રીના શરીરના કોઈપણ ભાગમાં પ્રવેશ થાય. અથવા તેણીને તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા માટે બનાવે છે; અથવા ". તેમાં મહિલાના શરીરના અન્ય ભાગોમાં પ્રવેશનો સમાવેશ થાય છે અને તે યોનિ, મૂત્રમાર્ગ અને ગુદા સુધી મર્યાદિત નથી," આદેશમાં જણાવ્યું હતું.

Next Story