Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: અમરાવતીની વર્ધા નદીમાં બોટ પલ્ટી જતા એક જ પરિવારના 11 લોકો ડૂબ્યા !

મહારાષ્ટ્ર: અમરાવતીની વર્ધા નદીમાં બોટ પલ્ટી જતા એક જ પરિવારના 11 લોકો ડૂબ્યા !
X

પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા આઠ દિવસથી ભારે વરસાદને કારણે વર્ધા જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું છે. નદીના એક કાંઠેથી બીજા કાંઠે જતી વખતે બોટને અકસ્માત નડતા અકસ્માત સર્જાયો હતો. એવી આશંકા છે કે બોટની વધુ ક્ષમતાને કારણે અકસ્માત થયો હશે.

બોટમાં ૩૦ થી વધુ લોકો સવાર હતા. બોટ નદીની વચ્ચે ડૂબી ગઈ. દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું અને કેટલાક લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે અને અન્ય આઠની તલાશી લેવામાં આવી રહી છે.પ્રાથમિક માહિતી મુજબ દસ્કરી વિધિ માટે સવારે 10 વાગ્યાની આસપાસ એક પરિવારના કેટલાક સભ્યો ગાડેગાંવ આવ્યા હતા. તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે બોટ પલટી ગઈ હતી.

આ અકસ્માતમાં 11 લોકો ડૂબી ગયા ની આશંકા છે જે પૈકી 3ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે આસામમાં જોરહાટમાં પણ બે નાવ એકબીજાસ સાથે ટકરાઈ હતી જેમાં 80 લોકો ડૂબી ગયા હતા જોકે મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા અથવા તો બીજી કોઈ રીતે તરીને કિનારે પહોંચી ગયા હતા.

Next Story