મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ એક્ટર એનડી પ્રસાદે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. એનડી પ્રસાદનો મૃતદેહ તેમના ઘરની બહાર ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. 43 વર્ષની ઉંમરે એનડી પ્રસાદે આત્મહત્યા કરી લેતાં હડકંપ મચી ગયો છે. જો કે, હાલ આત્મહત્યાના કારણ જાણવા નથી મળ્યું. પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે કે, એક્ટર પોતાના પરિવારના મુદ્દાઓને લઈ પરેશાન હતા.
અહેવાલો અનુસાર, 25 જૂનના રોજ સાંજે 6:30 વાગ્યાની આસપાસ એનડી પ્રસાદના પુત્રએ તેના પિતાની લાશ ઘરની બહાર ઝાડ પર લટકતી જોઈ, ત્યારબાદ તેણે પડોશીઓને તેની જાણ કરી અને પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.