મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 647 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના સંક્રમણથી મોત થયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
6 જાન્યુઆરીએ મુંબઈમાં 20 હજાર 181 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. 7 જાન્યુઆરીએ 20 હજાર 971 કોરોનાના કેસ નોંધાયા હતા. તો 8 જાન્યુઆરીએ કોરોનાના 20 હજાર 318 કેસ નોંધાયા હતા. જ્યારે 9 જાન્યુઆરીએ આ સંખ્યા વીસ હજારથી થોડી ઘટીને 19 હજાર 474 થઈ ગઈ. આ પછી, ગઈકાલ 10 જાન્યુઆરીએ, કોરોનાના કેસની સંખ્યા ઘટીને 13 હજાર 648 થઈ ગઈ અને આજે 11 જાન્યુઆરીએ એટલે કે મંગળવારે, કોરોનાના નવા કેસ ઘટીને 11 હજાર 647 થઈ ગયા.