મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 5થી વધુના મોતની આશંકા

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે

New Update
Breaking News

મહારાષ્ટ્રના ભંડારા ખાતે આવેલી એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં છત ધરાશાયી થઈ હતી. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 5 થી વધુના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે 13થી 14 લોકો હજુ કંપનીમાં ફસાયા હોવાની જાણકારી છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે. બ્લાસ્ટને કારણે કંપનીમાં આગ લાગી હોવાની પણ જાણકારી મળી રહી છે.

ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કેઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છત ધરાશાયી થઈ હતી. જેમાં 13થી 14 કામદારો દટાયા છે.જિલ્લા કલેક્ટર અને પોલીસે ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે.

વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ અધિકારીઓએ આ મામલે ઝડપથી તપાસ શરૂ કરી દીધી છે. બચાવ અને રાહત કર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવામાં આવી રહી છે. વિસ્ફોટના કારણે આગ લાગવાથી મૃત્યાંક વધવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે.

Latest Stories