Connect Gujarat
દેશ

એક સમયે મુંબઈની તાજ હોટલનું ભાડું માત્ર 6 રૂપિયા જ હતું ?

એક સમયે મુંબઈની તાજ હોટલનું ભાડું માત્ર 6 રૂપિયા જ હતું ?
X

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર 'ફુગાવાને દૂર કરવા માટેનો' એક ઉપાય શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલનો બ્લેક & વ્હાઈટ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ફુગાવાને દૂર કરવા માટેનો ઉપાય છે, ટાઈમ મશીન. આ લક્ઝરી હોટેલના રૂમનું એક રાત્રીનું ભાડુ તે સમયે 6 રૂપિયા હતું."આ ફુગાવાને દૂર કરવાનો ઉપાય છે.


ટાઈમ મશીનમાં જાઓ અને પહેલાના સમયમાં પરત ફરો. પહેલા એવા દિવસો હતા કે જ્યાં તાજ, મુંબઈમાં એક દિવસનું ભાડુ રૂ.6 હતું."આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર તાજ હોટેલની જુની જાહેરાત શેર કરી છે.આ પોસ્ટ અંગે ટ્વિટર યૂઝર કેટલીક અન્ય રસપ્રદ બાબતો શેર કરી હતી. એક ટ્વિટર યૂઝરે આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર રિપ્લાય આપ્યો છે કે "વર્ષ 1903માં રૂમમાં પંખા અને બાથરૂમની સુવિધા સાથે રૂમનું ભાડુ રૂ.13 લેવામાં આવતું હતું અને આખા બોર્ડની સુવિધા સાથે રૂ.20 ભાડુ લેવામાં આવતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ હોટેલ 600 બેડની સૈન્ય હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. ત્યારે તાજમહેલ પેલેસમાં 6 ફ્લોર અને હાલ તાજમહેલ ટાવરમાં 20 ફ્લોર હતા."

Next Story