Connect Gujarat
દેશ

નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે, મોદી સરકારે નામ બદલતા કોંગ્રેસ રોષે ભરાઈ

દેશની રાજધાનીમાં આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે.

નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે, મોદી સરકારે નામ બદલતા કોંગ્રેસ રોષે ભરાઈ
X

દેશની રાજધાનીમાં આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. નહેરુ મેમોરિયલનું નામ બદલવા મામલે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીની એક ખાસ બેઠકમાં તેનું નામ બદલીને પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી હતી, જેઓ સોસાયટીના ઉપાધ્યક્ષ છે. ખરેખરમાં, 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીન મૂર્તિ સંકુલમાં ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત મ્યુઝિયમ સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. NMML એક્ઝિક્યુટિવ કાઉન્સિલે 25 નવેમ્બર 2016ના રોજ તેની 162મી બેઠકમાં તેને મંજૂરી આપી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને વડાપ્રધાનનું મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Next Story