Connect Gujarat
દેશ

ભારતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી, આ વેરિયન્ટનો પહેલો કેસ તમિલનાડુમાં નોંધાયો

હાલ ભારતમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. રોજના કોરોના વાયરસના કેસ પણ ઘટ્યા છે. ત્યારે હવે ભારતમાં નવા કોરોના વેરિયન્ટની એન્ટ્રી થઈ ચુકી છે.

ભારતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી, આ વેરિયન્ટનો પહેલો કેસ તમિલનાડુમાં નોંધાયો
X

હાલ ભારતમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. રોજના કોરોના વાયરસના કેસ પણ ઘટ્યા છે. ત્યારે હવે ભારતમાં નવા કોરોના વેરિયન્ટની એન્ટ્રી થઈ ચુકી છે. આજે INSACOGએ જાહેર કરેલી અખબારી યાદીમાં કોરોના વાયરસના BA.4 & BA.5 વેરિયન્ટના કેસ ભારતમાં મળ્યા હોવાની પુષ્ટિ કરાઈ છે. તમિલનાડુની યુવતી BA.4 અને તેલંગાણાના 80 વર્ષિય વૃદ્ધ પુરુષ BA.5 વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

તમિલનાડુમાં જે 19 વર્ષિય યુવતી કોરોનાના BA.4 વેરિયન્ટ પોઝિટીવ આવી છે તેનામાં સામાન્ય કોરોના વાયરસના લક્ષણો જાણાયા હતા. આ યુવતીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જોવા મળી. આ પહેલાં હૈદરાબાદ એરપોર્ટ પર એક વ્યક્તિ કોરોનાના BA.4 વેરિયન્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે તેલંગાણામાં કોરોનાના BA.5 વેરિયન્ટ પોઝિટીવ આવેલા 80 વર્ષિય વૃદ્ધની વાત કરીએ તો તેમને કોરોનાના માઈલ્ડ ક્લિનિકલ લક્ષણો આવ્યા હતા. આ વૃદ્ધની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

હાલ આરોગ્ય તંત્ર દ્વારા આ બંને લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાઈ રહ્યું છે અને ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ શરુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, BA.4 અને BA.5 વેરિયન્ટ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ છે અને હાલ દુનિયાભરમાં આ વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે. આ બંને વેરિયન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ ઓછી બની છે.

Next Story