Connect Gujarat
દેશ

ઓડિશામાં રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે

ઓડિશામાં રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે
X

ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઓડિશામાં પુરી સહિતના અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી આપવા માટે સુપ્રિમ કોર્ટે ઈનકાર કર્યો છે. CJI એનવી રમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટને આશા છે કે ભગવાન આવતા વર્ષે યાત્રાની પરવાનગી આપશે પરંતુ હાલનો સમય તેના માટે નથી. કોવિડના કારણે પુરી સુધી જ રથયાત્રાને સીમિત કરવા માટે ઓડિશા સરકારના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

હકીકતે ઓડિશા સરકારે પુરી જગન્નાથ રથ યાત્રાને છોડીને આખા ઓડિશામાં મંદિરોમાં રથયાત્રા ઉત્સવ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. 23 જૂન, 2021ની ઓડીશા હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ એક અપીલ કરવામાં આવી હતી જેમાં રાજ્યના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ઓડિશા સરકારના SRCના કાર્યાલય દ્વારા જાહેર એક આદેશને પડકાર આપવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રથયાત્રા ગયા વર્ષની જેમ જ યોજવામાં આવશે.

અરજીમાં એવું તર્ક આપવામાં આવ્યું હતું કે પુરીની તુલનામાં અમુક વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે. માટે પુરીના બહાર આવા વિસ્તારોમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવે. આ અરજી પર કોર્ટે જણાવ્યું કે જો પૂજા જ કરવી છે તો ઘરે રહીને કરી શકાય.

CJIએ એમ પણ કહ્યું કે- હું પહેલા રથયાત્રામાં જતો હતો ડોઢ વર્ષથી હું પણ તેમાં નથી ગયો. ઘર પર રહીને જ પૂજા કરૂ છું. સરકારનો નિર્ણય યોગ્ય છે. ઓડિશા સરકારની તરફથી કહેવામાં આવ્યું હતું કે પુરીમાં શરતોનવી સાથે રથયાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવે. આખા રાજ્યમાં રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપી શકાય. રથને ખેચવા માટે 500 લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

Next Story