Connect Gujarat
દેશ

પાકિસ્તાનને મળશે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ આયેશા મલિક, દેશના ન્યાયિક પંચે મંજૂરી આપી...

પાકિસ્તાન જેવા કટ્ટરપંથી દેશમાં એક મહિલા સુપ્રીમ કોર્ટના જજ બને તે એક ચમત્કાર જ કહી શકાય.

પાકિસ્તાનને મળશે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ આયેશા મલિક, દેશના ન્યાયિક પંચે મંજૂરી આપી...
X

પાકિસ્તાન જેવા કટ્ટરપંથી દેશમાં એક મહિલા સુપ્રીમ કોર્ટના જજ બને તે એક ચમત્કાર જ કહી શકાય. આયશા મલિક પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ બનવા જઈ રહ્યા છે. દેશના ન્યાયિક પંચે તેના નામને મંજૂરી આપી દીધી છે, અને હવે સંસદીય સમિતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ પાડોશી દેશ એક એવો દરજ્જો મેળવી લેશે, જે ત્યાંની મહિલાઓ માટે એક સ્વપ્ન સમાન કહી શકાય તેમ છે.

તા. 3 જૂન, 1966ના રોજ જન્મેલી આયશા મલિકે કરાચી ગ્રામર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. જે બાદ કરાચીની જ ગવર્મેન્ટ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. કાયદાનું શિક્ષણ મેળવવા તેમને લાહોરની કોલેજ ઓફ લૉમાંથી ડિગ્રી મેળવી હતી. આયશા મલિકે અમેરિકાની મેસાચ્યૂસેટ્સની હાવર્ડ સ્કૂલ ઓફ લૉમાંથી LLMનો અભ્યાસ કર્યો હતો. તેમની યોગ્યતાનું સન્માન કરતા તેમને 1998-1999માં 'લંડન એચ ગેમૌન ફેલો' ચૂંટવામાં આવ્યા. આયશા મલિકે પોતાના કરિયરની શરૂઆત ફખરુદ્દીન જી ઈબ્રાહિમ એન્ડ કંપનીથી શરૂ કરી અને 1997થી 2001 સુધી 4 વર્ષ અહીં જ પસાર કર્યા. જે બાદના 10 વર્ષમાં તેઓએ ખૂબ નામ કમાવ્યું અને ઘણી પ્રખ્યાત લૉ ફર્મ સાથે જોડાયેલાં રહ્યાં.વર્ષ 2012માં આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા અને કાયદાની દુનિયામાં એક મોટું નામ બની ગયા. પોતાના નિષ્પક્ષ અને નિડર ચુકાદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતા આયશાની હાલની નિમણૂંકને લઈને કેટલાંક જજ અને વકીલોએ વિરોધ કર્યો છે, ગત વર્ષે ન્યાયિક આયોગે આ પદ માટે આયશાની નિમણૂંકનો ઈનકાર કરી દીધો હતો.

Next Story