પાંચ રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર પીએમના ચિત્રની પ્રિન્ટિંગ ફરી શરૂ કરવાની યોજના

કેન્દ્ર રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફરીથી છાપવાની યોજના ધરાવે છે

New Update

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના સમાપન સાથે, કેન્દ્ર રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફરીથી છાપવાની યોજના ધરાવે છે. પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરમાં 8 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અને આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને રસીકરણ પ્રમાણપત્રોમાંથી હટાવી દેવામાં આવી હતી.

Advertisment

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડા પ્રધાનના ચિત્રની પ્રિન્ટિંગને ટોચની પ્રાથમિકતા પર ફરીથી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. "આ પાંચ રાજ્યોમાં લોકોને આપવામાં આવતા કોવિડ-19 સર્ટિફિકેટમાં વડાપ્રધાનની તસવીર સામેલ કરવા માટે કો-વિન પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવામાં આવશે," સૂત્રએ પીટીઆઈને જણાવ્યું.

Advertisment
Latest Stories