Connect Gujarat
દેશ

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે PM મોદીએ ચિંતા વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શુક્રવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે PM મોદીએ ચિંતા વ્યક્ત કરી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શુક્રવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

સમગ્ર વિડીયો કોન્ફરન્સ દરમ્યાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને કેરળના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. વિડીયો કોન્ફરન્સ દરમ્યાન મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના વધતાં કેસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. દેશના 80% કેસ જે રાજ્યમાંથી સામે આવ્યા છે, ત્યારે જે તે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. ઉપરાંત જે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેવા રાજ્યમાં માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ, સેનેટાઈઝિંગ સહિત કોરોના ગાઈડલાઈન સાથે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવે તે અંગે પણ ચર્ચા વિચારણા કોન્ફરન્સ દરમ્યાન કરવામાં આવી હતી. જોકે, એક્સપર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે, જો કોરોનાના કેસ વધી જાય તો કોરોના વાયરસના મ્યુટેશનની આશંકાઓ પણ વધી જાય છે. કોન્ફરન્સ દરમ્યાન વડાપ્રધાને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને જણાવ્યું હતું કે, સૌએ ભેગા મળીને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવું પડશે, તો સાથે જ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ તકેદારી રાખી કોરોના સામેની લડાઈમાં સહભાગી બની સરકારને સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Next Story