Connect Gujarat
દેશ

જવાદ વાવાઝોડું જલદ બનતા એક્શનમાં પીએમ મોદી; દિલ્હીમાં હાઈલેવલ મિટિંગ

ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે

જવાદ વાવાઝોડું જલદ બનતા એક્શનમાં પીએમ મોદી; દિલ્હીમાં હાઈલેવલ મિટિંગ
X

ભારતના પૂર્વ વિસ્તારમાં નવું વાવાઝોડું સ્વરૂપ લઈ રહ્યું છે, આગામી કેટલાક કલાકોમાં ઓડિશના તટ પર આ વાવાઝોડું ત્રાટકી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. જોકે આ વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ લે છે કે નહીં અને કેટલી ઝડપે આવશે તેને લઈને પરિસ્થિતિ સાફ થઈ નથી. ઓડિશાના દરિયા કિનારાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં પ્રધાનમંત્રી મોદી પણ એક્શન મોડમાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ મીટિંગ બોલાવી હતી જેમાં તેમને સમગ્ર પરિસ્થિતિ અંગે બ્રીફ કરવામાં આવ્યા છે.

વાવાઝોડાની સાથે સાથે રેસ્ક્યૂની કામગીરી કઈ રીતે થશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી 48 કલાક કલાકમાં પ્રેશરના કારણે 3 ડિસેમ્બરે આ વાવાઝોડા ના રૂપમાં ત્રાટકી શકે છે. આ તોફાન ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ થઈ શકે છે. જોકે મોસમ વિભાગના કહ્યા અનુસાર આ વાવાઝોડું કેટલું સ્પીડમાં આવશે તેની આગાહી અત્યારથી કરી શકાય નહીં પરંતુ વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે. IMD એ ગજાપતિ, ગંજમ, પૂરી અને જગતસિંહપૂરમાં રેડ અલર્ટ આપ્યું છે અને કેન્દ્રપાડા, કટક, ખુરદા, નયાગઢ, કંધમાલ, રાયગઢ અને કોરાપુટ માં વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સિવાય ચાર જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Next Story