Connect Gujarat
દેશ

રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા PM મોદી, પોતાના પંજાબ પ્રવાસમાં સુરક્ષામાં ચૂક રહી હોવાની માહિતી આપી

પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા PM મોદી, પોતાના પંજાબ પ્રવાસમાં સુરક્ષામાં ચૂક રહી હોવાની માહિતી આપી
X

પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે. આજે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે પંજાબમાં થયેલી સુરક્ષા ચૂક મામલે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિએ પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પ્રધાનમંત્રી મોદીની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી અને કાલે પંજાબમાં તેમની સુરક્ષામાં થયેલી ચૂક મામલે વધારે જાણકારી લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે સુરક્ષા પ્રોટોકોલનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં ભરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના ન બને. દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડાએ પણ પીએમ મોદીની સુરક્ષા અંગે થયેલા વિવાદને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે ભારતના ટોચના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે. તેમણે કહ્યું કે આપણે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ. સિક્યુરિટી પરની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂકના મામલે ચર્ચા કરવામાં આવી હતી

Next Story