Connect Gujarat
દેશ

PM મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કરશે ઉદ્ઘાટન

PM મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે.

PM મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કરશે ઉદ્ઘાટન
X

PM મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી મેરઠના સરથાણા શહેરના સલવા અને કાલી ગામમાં 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. PMOએ કહ્યું, PM મોદી દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને રમતના સંસાધનોને વિશ્વ-સ્તરીય બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. તેમના વિઝન હેઠળ મેરઠમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાનું પગલું લેવામાં આવી રહ્યું છે.

- મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી 700 કરોડના ખર્ચે બની રહી છે

- નવી યુનિવર્સિટીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે

- એક સાથે 1080 ખેલાડીઓને તાલીમ આપી શકાશે

- એથ્લેટિક્સ જેવી આઉટડોર ગેમ્સ માટે 25 થી 30 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

- કુસ્તી, ખો-ખો અને કબડ્ડી જેવી રમતો માટે 5 હજારની ક્ષમતા ધરાવતો હોલ બનાવવામાં આવશે.

- યુનિવર્સિટીમાં સિન્થેટિક હોકી મેદાન, ફૂટબોલ મેદાન હશે

- બાસ્કેટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, લૉન ટેનિસ કોર્ટ પણ હશે

- શૂટિંગ અને તીરંદાજી માટે શૂટિંગ રેન્જ પણ હશે

- સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ હશે

જાણો PM મોદીનો મિનિટ ટૂ મિનિટનો કાર્યક્રમ...

- સવારે 11.35 પીએમ મોદી મેરઠમાં આર્મી હેલિપેડ પર ઉતરશે

- સવારે 11.50 વાગ્યે મેરઠના શહીદ સ્મારક પહોંચશે

- સવારે 11.50 કલાકે શહીદ સ્મારક, અમર જવાન જ્યોતિ અને સરકારી સ્વતંત્રતા સંગ્રામ મ્યુઝિયમની મુલાકાત

- બપોરે 12.15 કલાકે ઔગધનાથ મંદિરના દર્શન કરશે

- બપોરે 1 વાગ્યે સલવામાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

- શિલાન્યાસ બાદ મોદી જનસભાને સંબોધશે

- દેશ અને રાજ્યના ખેલાડીઓને મળશે

- પીએમ મોદી બપોરે 2.30 વાગ્યે પરત ફર્યા

Next Story