Connect Gujarat
દેશ

PNB કૌભાંડ: CBIને મોટી સફળતા, નીરવ મોદીના સાથી સુભાષ શંકરને કેરોથી મુંબઈ લવાયો

PNB કૌભાંડ: CBIને મોટી સફળતા, નીરવ મોદીના સાથી સુભાષ શંકરને કેરોથી મુંબઈ લવાયો
X

પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસમાં CBIને મોટી સફળતા મળી છે. CBIએ ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીના ભાગીદાર પરબ સુભાષ શંકર પર કબજો જમાવ્યો છે. સીબીઆઈ સુભાષ શંકરને ઈજીપ્તના કૈરોથી મુંબઈ લાવી છે. તેમને વિશેષ વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા છે. CBI સૂત્રોએ જણાવ્યું કે સુભાષ શંકર નીરવ મોદીના નજીકના સાથી છે. સુભાષ શંકરને 13,578 કરોડ રૂપિયાના PNB કૌભાંડના સંબંધમાં મુંબઈ લાવવામાં આવ્યા છે.

સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમ હવે આ કૌભાંડને લઈને તેમની પૂછપરછ કરશે. નીરવ મોદી પર PNBને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં પૈસા મોકલવાનો આરોપ છે. છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ 50 વર્ષીય હીરાનો વેપારી ભારત છોડીને ભાગી ગયો હતો. આ પછી માર્ચ 2019માં બ્રિટનમાં નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં સજા કાપી રહ્યો છે. લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતીય એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. નીરવ મોદીએ આ આદેશને પડકાર્યો છે. નીરવ મોદીએ માનસિક સ્વાસ્થ્ય અને માનવ અધિકારનો ઉલ્લેખ કર્યો છે.

Next Story