Connect Gujarat
દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એંથોની અલ્બેનેસ જેવા નેતાઓને પછાડતા આ સિદ્ધિ મેળવી છે. મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈંટેલિજેંસ દ્વારા જાહેર થયેલ ગ્લોબલ અપ્રુવલ રેટિંગ અનુસાર પીએમ મોદીને 75 ટકા લોકો પસંદ કરે છે.

મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈંટેલિજેંસ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ ન્યૂ અપ્રુવલ રેટિંગ 17થી 23 ઓગસ્ટ 2022 સુધી એકઠા કરવામા આવેલા ઼ડેટા પર આધારિત છે. આ રિપોર્ટમાં બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રાડોર રહ્યા છે. જેમને 63 ટકા લોકોએ વોટ કર્યો છે. તો વળી ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એંથોની અલ્બેનેસ રહ્યા છે, જેમને 58 ટકા લોકોએ પસંદ કર્યા છે.

દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

1. નરેન્દ્ર મોદી (ભારત)- 75 ટકા

2. આંદ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રાડોર (મેક્સિકો)- 63 ટકા

3. એંથોની અલ્બેનેસ (ઓસ્ટ્રેલિયા)- 58 ટકા

4. મારિયો ડ્રેગી (ઈટલી)- 54 ટકા

5. ઈગ્નાઝિયો કૈસિસ (સ્વિટ્ઝરલેન્ડ)- 52 ટકા

6. મેગ્ડેલેના એંડરસન (સ્વીડન)- 50 ટકા

7. અલેક્ઝેંડર ડી ક્રૂ (બ્લેઝિયમ)- 43 ટકા

8. ઝાયર બોલ્સોનારો(બ્રાઝિલ)- 42 ટકા

Next Story