Connect Gujarat
દેશ

હવે ખાનગી હોસ્પિટલોની લૂંટ પર લાગશે લગામ ! મોદી સરકારની મોટી તૈયારી !

હવે ખાનગી હોસ્પિટલોની લૂંટ પર લાગશે લગામ ! મોદી સરકારની મોટી તૈયારી !
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારત સ્કીમમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધારવાના મોટા ફેરફારની તૈયારી છે. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજનામાં અલગ અલગ સારવારની કિંમત નક્કી કરી છે અને તેમાં કિંમતોમાં ફેરફાર ન થવાના કારણે પ્રાઈવેટ સેક્ટરની હોસ્પિટલો તેમાં આયોજનામાં ભાગ નથી લઈ રહી. તેના કારણે સરકારે સારવારના ભાવમાં ફેરફાર કર્યા છે.

આયુષ્માન ભારત યોદનામાં દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું ફ્રી હેલ્થ ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવી રહ્યું છે. હેલ્થ ઓથોરિટી (NHA) આયુષ્માન ભારત યોજનાના ભાવ નક્કી કરે છે. નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે સારવારનો ભાવ વ્યાજબી ન હોવાના કારણે પ્રાઈવેટ હોસ્પિટલ આયુષ્માન ભારત સ્કીમ સાથે જોડાવવા નથી માંગતા.

જ્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલ માટે પણ અમુક ટ્રીટમેન્ટના ભાવ વધારે છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં બાકીની સારવાર મફતમાં થાય છે માટે સરકારી હોસ્પિટલને વધારે મુશ્કેલી નથી. આયુષ્માન ભારત યોજના સાથે 23,000 હોસ્પિટલમાં હાલ પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી 40%ની નજીક છે.NHA ટૂંક સમયમાં જ સરાવારની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. જેથી પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધે. હોસ્પિટલના ભાવનું સ્ટાન્ડર્ડાઈઝેશન એ પ્રકારે થશે કે હોસ્પિટલ વધારે નફો ન કમાય, કારણ કે જન આરોગ્યની આ યોજનામાં વોલ્યુમ ઘણા મોટા સ્તર પર હોય છે.

આ ઉપરાંત સરકાર ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને પણ ઝડપી કવા માટે એક મોડલ તૈયાર કરી રહી છે. જેમાં હોસ્પિટલની ચુકવણી તરક કરી શકાય. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 2 કરોડ લોકોની સારવાર થાય છે.

Next Story