Connect Gujarat
દેશ

દેશના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે રાજીવ કુમાર, તા. 15 મેના રોજ સાંભળશે ચાર્જ...

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર હશે. તેઓ 15 મેના રોજ ચાર્જ સંભાળશે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

દેશના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે રાજીવ કુમાર, તા. 15 મેના રોજ સાંભળશે ચાર્જ...
X

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર હશે. તેઓ 15 મેના રોજ ચાર્જ સંભાળશે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર 14 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાજીવ કુમારની નિમણૂકને લઈને કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજીવ કુમારની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા 14 મેના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે રાજીવ કુમાર તા. 15 મેના રોજ કાર્યભાર સંભાળશે.

રાજીવ કુમાર 1984 બેચના IAS અધિકારી છે. તા. 2 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર કુમાર 15 મે 2022થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. 19 ફેબ્રુઆરી ના રોજ તેમના 65મો જન્મ દિવસ છે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. ભારત સરકારમાં 36 વર્ષથી વધુની સેવા દરમિયાન રાજીવ કુમારે કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં અને બિહાર, ઝારખંડના રાજ્યની કેડરમાં કામ કર્યુ છે. તેઓ B.Sc, LLB, PGDM અને MA પબ્લિક પોલિસની શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે. રાજીવ કુમાર અને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને જંગલ, માનવ સંસાધન, નાણાં અને બેન્કિંગ ક્ષેત્રમાં બહોળો કાર્ય અનુભવ છે. પ્રવર્તમાન નીતિ પ્રણાલીમાં વધુ પારદર્શિતા, ટેકનોલોજી એપ્લીકેશનની ડિલિવરી તરફ સુધારા લાવવા તેની ઊંડી પ્રતિબદ્ધતા છે. રાજીવ કુમાર ફેબ્રુઆરી 2020માં ભારત સરકારના નાણાં સચિવ તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ તેઓ એપ્રિલ 2020થી 31 ઓગસ્ટ 2020ના રોજ કાર્યાલય છોડ્યા સુધી તેને જાહેર સાહસ પસંદગી બોર્ડ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

Next Story