Connect Gujarat
દેશ

સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી કરી જાહેર

સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી જાહેર કરી

સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી કરી જાહેર
X

સમાજવાદી પાર્ટીએ યુપી ચૂંટણી માટે 159 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે જ અખિલેશ યાદવની સીટ પણ ફાઈનલ થઈ ગઈ છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટ પરથી ચૂંટણી લડશે. આ સાથે સહારનપુરની બેહત સીટથી ઉમર અલી ખાન, નકુડથી ધરમ સિંહ સૈની, સહારનપુર નગરથી સંજય ગર્ગ, સહારનપુર દેહતથી આશુ મલિક, દેવબંદથી કાર્તિકેય રાણા, શામલીથી નાહીદ હસન, મુરાદાબાદથી કમલ અખ્તર અને અન્ય ઘણા દિગ્ગજ મેદાનમાં છે. સપાના સાંસદ આઝમ ખાનને રામપુર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સપાએ સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને ટિકિટ આપી છે.



ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન

- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન

- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન

- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન

- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન

- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન

- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન

- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન

- 10 માર્ચે પરિણામ

Next Story