Connect Gujarat
દેશ

મસ્જિદ વિવાદને કારણે શ્રીરંગપટના શહેરમાં કલમ 144 લાગુ, VHPએ આજે રેલી બોલાવી

કર્ણાટકના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

મસ્જિદ વિવાદને કારણે શ્રીરંગપટના શહેરમાં કલમ 144 લાગુ, VHPએ આજે રેલી બોલાવી
X

કર્ણાટકના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા 'શ્રીરંગપટના ચલો'ના આજના એલાનને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. VHPના એલાનને ધ્યાનમાં રાખીને 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ચાર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. એસપી એન યતીશની હાજરીમાં રૂટ માર્ચ પણ કાઢવામાં આવી હતી. સાપ્તાહિક બજાર જે સામાન્ય રીતે દર શનિવારે યોજાય છે તે આજે યોજાશે નહીં. તેમણે કહ્યું કે આજે શ્રીરંગપટનાના 5 કિલોમીટરના વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 'આજે મસ્જિદ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી નથી. કોઈપણ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. વાસ્તવમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ જ માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના ખાતેની જામિયા મસ્જિદને લઈને પણ વિવાદ શરૂ થયો છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ મસ્જિદ હનુમાન મંદિરના ખંડેર પર બનાવવામાં આવી છે. તેમણે આ મામલે કોર્ટમાં જવાની વાત પણ કરી હતી. આ સંદર્ભે, હિંદુ સંગઠનોએ પણ માંડ્યાના ડેપ્યુટી કમિશનર અશ્વતિ એસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું અને મસ્જિદના સર્વેની માંગ કરી.

Next Story