છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી સફળતા,10 નક્સલીઓને કર્યા ઠાર

આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો

New Update
Chhattisgarh 10 Naxalites killed
Advertisment

છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણના સર્જાઈ હતી.એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.

Advertisment

સૈનિકોને માહિતી મળી હતી કે ઘણા નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ કરી રહ્યા છે. ડીઆરજીની ટીમ નક્સલવાદીઓને ઘેરવા નીકળી હતી. બંને તરફથી સેંકડો રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.

આ એન્કાઉન્ટર કોરાજુગુડાદંતેસપુરમનાગારમભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થતો રહ્યો. બસ્તરના આઈજી પી સુંદરરાજે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.

આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું કે છત્તીસગઢના દક્ષિણી સુકમામાં ડીઆરજી સાથેની અથડામણમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા તેમની પાસેથી INSAS, AK-47, SLR અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે.

Latest Stories