Connect Gujarat
દેશ

વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર થયું ડાઉન

વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર થયું ડાઉન
X

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ અને ફેસબુક દુનિયાભરમાં ડાઉન થઈ ગયા છે. સોમવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થઈ ગયા છે જેનાથી યુઝર્સની મુશ્કેલી વધી છે.

મળતી માહિતી મુજબ ભારત સહિત અનેક દેશમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર ડાઉન થવાથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે યુઝર્સ આ અંગેની ફરિયાદ સતત ટ્વિટર પર કરી રહ્યાં છે. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ભારત સહિત વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. જો કે આ પ્લેટફોર્મના સર્વર ડાઉન કેમ થયા તે અંગે કોઈ જ માહિતી સામે આવી નથી. આઉટેજની આ સમસ્યા હજુ પણ યથાવત છે. લોકો મેસેજ નથી મોકલી શકતા કે નથી રિસીવ કરી શકતા. કંપનીનું સર્વર ડાઉન હોવાને કારણે આ સમસ્યા આવી રહી છે. આ અંગે હજુ સુધી કંપની તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી.

Next Story