સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે.2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે.આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે આસારામને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે.તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે. નોંધનીય છે કે, આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે.