Connect Gujarat
દેશ

તહેવારોમાં લોકડાઉન લગાવવું હોય તો લગાવી દો ચિંતા ન કરતા, કેન્દ્રએ રાજ્ય સરકારોને લખ્યો પત્ર

દેશમાં કોરોનાની બીજી લહેર હજી સુધી પૂરી નથી થઈ, પણ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

તહેવારોમાં લોકડાઉન લગાવવું હોય તો લગાવી દો ચિંતા ન કરતા, કેન્દ્રએ રાજ્ય સરકારોને લખ્યો પત્ર
X

દેશમાં કોરોનાની બીજી લહેર હજી સુધી પૂરી નથી થઈ, પણ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ બીજી બાજુ ઘણા રાજ્યોમાં વધુ એક વાર કોરોના વધી રહ્યો છે અને તેના પર કેન્દ્ર સરકાર બધી જ રીતે નજર રાખીને બેઠું છે. આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે અને તેના બચાવ માટે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને તકેદારીના ભાગરૂપે સચેત રહેવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે ખાસ આવતા તહેવારો પર પૂરતું ધ્યાન આપવા કહ્યું છે. સાથે જ બધા જ રાજ્યોને એ પણ નિર્દેશ આપ્યા છે કે આ તહેવારો દરમ્યાન કોરોનાના બધા જ નિયમોનું યોગ્ય રીતે પાલન પણ કરે. વધુમાં જો તહેવારના સમયે પ્રતિબંધ પણ લગાડવો હોય તો લગાવી શકે છે. આ તહેવાર જ કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે. આ પત્રની મદદથી રાજ્યોને કહેવાયું છે કે આ તહેવારમાં ભીડ ન થવા દેવાય. રાજ્ય નજર રાખે અને સાથ કોરોનાના નિયમોનું પાલન પણ કરાવવામાં આવે. પત્રમાં 19 ઓગસ્ટે મહોરમ, 21 ઓગસ્ટે ઓણમ અને 30 ઓગસ્ટે જન્માષ્ટમી, 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને 5-15 ઓક્ટોબરે દુર્ગા પૂજાને લઈને સૂચન અપાયું છે. કેન્દ્ર સરકારની તરફથી રાજ્યોને કહેવાયું છે કે આ તહેવારોની સીઝનમાં ભીડ થવાની સંભાવના છે. રાજ્ય આ માટે સ્થાનિક સ્તરે પાબંધીઓ લગાવી શકે છે. તેનાથી ભીડ થશે નહીં. એકવાર ફરી વધી રહેલા કોરોના નંબર્સને જોતા નાની ચૂક પણ સંક્રમણને ફેલાવવાનું કારણ બની શકે છે.

Next Story