Connect Gujarat
દેશ

ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની આજે જન્મ જયંતિ, જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ

ભારતના બંધારણમાં ઘડવૈયા ડો.ભીમ રાવ આંબેડકરને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

X

ભારતના બંધારણમાં ઘડવૈયા ડો.ભીમ રાવ આંબેડકરને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે નાનપણથી જ ભેદભાવ શરૂ થઈ ગયો હતો. પણ આટલું બધું થયા પછી પણ ડૉ.આંબેડકર અટક્યા નહીં. તેઓ ગરીબ, દલિત અને પીડિત લોકોનો અવાજ બનીને ઉભરી આવ્યા ત્યારે આવો આજે જાણીએ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં આંબેડકરજીના જીવન સંઘર્ષ અંગે

ભારત રત્ન ડૉ. ભીમ રાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો.તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડો.આંબેડકર બાળપણથી જ ગુણવાન હતા. ડો.ભીમ રાવ આંબેડકરને જ્ઞાતિના ભેદભાવના કારણે ઘણુ સહન કરવુ પડ્યુ હતુ. શાળામાં તેમને વર્ગની બહાર ઉભા રહીને ભણવું પડતું, ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ પણ તેમની પાસે બેસવું ખરાબ માનતા. એટલુ જ નહીં તેઓને શાળામાં પાણી પીવાનો પણ અધિકાર નહોતો. આવા અનુભવોએ ડૉ. આંબેડકરના બાળ મન પર ઊંડી અસર છોડી. નીચી જાતિ હોવાને કારણે ડૉ.આંબેડકરને ઘણું સહન કરવું પડ્યું. પરંતુ તેમણે ક્યારેય હાર ન માની અને તે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા.

ડૉ.આંબેડકરે બાળ લગ્ન કર્યા હતા. એપ્રિલ 1906 માં જ્યારે ડૉ. ભીમ રાવ આંબેડકર 15 વર્ષના હતા, ત્યારે તેમના લગ્ન રમાબાઈ સાથે થયા હતા. ત્યારે રમાબાઈ માત્ર 9 વર્ષના હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે ડૉ.આંબેડકર પાંચમા ધોરણમાં હતા.ડો.આંબેડકરના પિતા સૈનિક હતા. તેઓ 1894માં નિવૃત્ત થયા અને બે વર્ષ પછી ડૉ. આંબેડકરની માતાનું પણ અવસાન થયું. આવી સ્થિતિમાં બાળકોની સાર-સંભાળની સમસ્યા ઊભી થઈ. પછી તેમની કાકીએ તમામ બાળકોની સંભાળ લીધી.જો કે આ સમય દરમિયાન રામજી સકપાલ, બલરામ, આનંદરાવ અને ભીમરાવના માત્ર ત્રણ પુત્રો અને બે પુત્રીઓ મંજુલા અને તુલસા પણ આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા. તમને જણાવવું રહ્યું કે, તેમના ભાઈઓ અને બહેનોમાં માત્ર ડૉ. આંબેડકર જ શાળામાં શિક્ષણ મેળવી શક્યા હતા.

ડો. આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના રોજ નાગપુરમાં તેમના હજારો સમર્થકો સાથે ઔપચારિક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડૉ. આંબેડકરે બૌદ્ધ સાધુ પાસેથી ત્રણ રત્નોની પરંપરાગત પદ્ધતિ અને પંચશીલ સિદ્ધાંત અપનાવીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.ડૉ.આંબેડકરને ડાયાબિટીસ હોવાના કારણે 1954માં તેમની તબિયત બગડવા લાગી. બાદમાં ડૉ. ભીમરાવ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન થયું. આ દિવસને પરિનિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર કનેક્ટ ગુજરાત પરિવાર એમને વિશેષ શ્રધ્ધાસુમન અર્પણ કરે છે.નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે

Next Story