Connect Gujarat
દેશ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર એકાઉન્ટ હેક, એક પછી એક અનેક ટ્વિટ કરાઇ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક કરવામાં આવ્યું હતું. હાલમાં, મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ પર લગભગ 40 લાખ ફોલોઅર્સ છે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર એકાઉન્ટ હેક, એક પછી એક અનેક ટ્વિટ કરાઇ
X

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક કરવામાં આવ્યું હતું. હાલમાં, મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ પર લગભગ 40 લાખ ફોલોઅર્સ છે. મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલને હેક કરીને હેકરે એક પછી એક શ્રેણીબદ્ધ ટ્વિટ કર્યા.

આ સાથે તેણે પોતાની પોસ્ટમાં મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સને પણ ટેગ કર્યા છે. ટ્વિટર એકાઉન્ટ હેકિંગની વાત ત્યારે સામે આવી જ્યારે એક અજાણ્યા હેકરે ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને "How to turn your BAYC/MAYC animated on Twitter" નામનું ટ્યુટોરિયલ પોસ્ટ કર્યું. આ ઉપરાંત, યુપી સીએમઓ એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે કાર્ટૂનની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હેકરે ટ્વિટર એકાઉન્ટના બાયો સાથે છેડછાડ કરી હતી, જેને બાદમાં સુધારી લેવામાં આવી હતી. અજાણ્યા હેકર્સે UP CMO એકાઉન્ટ પર કેટલીક રેન્ડમ ટ્વીટ્સનો થ્રેડ પણ પોસ્ટ કર્યો હતો. જે બાદમાં સંપૂર્ણપણે દૂર કરવામાં આવી હતી. @CMOfficeUP ટ્વિટર હેન્ડલનો ઉપયોગ મુખ્યમંત્રીના કાર્યક્રમો અને રાજ્યના લોકોને મહત્વપૂર્ણ માહિતી માટે કરવામાં આવે છે.

Next Story