Connect Gujarat
દેશ

યુએનનો દાવો, ભારતે વસ્તીમાં ચીનને પાછળ છોડી દીધું..!

ભારત ચીનને પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ ગઈ છે.

યુએનનો દાવો, ભારતે વસ્તીમાં ચીનને પાછળ છોડી દીધું..!
X

ભારત ચીનને પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ ગઈ છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે.

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે સવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના મધ્ય સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલા ડેટામાં પણ જાણવા મળ્યું છે કે ભારત 30 લાખથી વધુ લોકો સાથે ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

Next Story