ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ

આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .

New Update
ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ

આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .

દેશના બાર જ્યોતિર્લિંગોમાંથી એક કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. આજે સવારે 6:26 મિનિટ પર શુભ મુહૂર્તમાં બાબા કેદારનાથના ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન કડકડતી ઠંડી હોવાછતાં બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. હવે છ મહિના સુધી બાબાના ભક્તો ધામમાં આરાધ્ય દેવના દર્શન તથા પૂજા અર્ચના કરી શકશે. બાબાના મંદિરને દસ ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરવામાં આવી હતી. આજે જ્યારે બાબાના ધામના કપાટ ખૂલ્યા તો ભક્તોના જયકારો સાથે વાતાવરણ ગૂંજ્યું ઉઠ્યું હતું.

Latest Stories