વલસાડ : પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ યોજાયો, મીડિયાકર્મીઓનું સન્માન કરાયું

વલસાડ શહેરના મોરારજી દેસાઇ ઓડીટોરીયમ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડ દ્વારા આયોજિત મીડિયા એવોર્ડ સમારંભમાં યોજાયો હતો.

author-image
By Connect Gujarat
New Update

વલસાડ શહેરના મોરારજી દેસાઇ ઓડીટોરીયમ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડ દ્વારા આયોજિત મીડિયા એવોર્ડ સમારંભમાં યોજાયો હતો.

Advertisment

આ અવસરે નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પત્રકાર અને મીડિયા જગત સાથે જુનો નાતો છે, વલસાડ જિલ્લાના પત્રકારોનો સારો સહયોગ મળી રહ્યો છે. કોરોના કાળમાં હોસ્પિટલ અને સંસ્થાએ ખૂબ જ સારી કામગીરી કરી છે, જે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. જેમનું સન્માન અન્ય માટે પ્રેરણારૂપ બને છે. જાગૃત સમાજ તેની નોંધ લે છે. પત્રકાર વેલફેર એસોસિએશન મીડિયાના મિત્રોનું સન્માન કર્યું છે, જેઓની કામગીરીથી હું વાકેફ છું. વલસાડ જિલ્લાનું પત્રકારત્વ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે. પત્રકારત્વને વધુ ઊંચું લઈ જવું હોય તો હંમેશા સાચી અને સત્ય ઘટના હોય એને વધુ સારી રીતે ચિતાર આપીને સમાચારો રજૂ કરવા જોઈએ, તેમ જણાવી પત્રકાર વેલ્ફેર એસોસિએશન હમેશા આ પ્રકારનું કામ કરતું રહે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે મીડિયાકર્મીઓને ઊંડાણમાં જઈને સત્ય બહાર લાવી પ્રજા સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવા અને સત્યને લક્ષમાં રાખી સમાચાર આપવા જણાવ્યું હતું. અમારી કે, સરકારની કોઈ ભૂલ થતી હોય તો તેનું અવશ્ય ધ્યાન દોરવા અંગે પણ જણાવ્યું હતું.

Advertisment