Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક પર ચાલી રહ્યું છે મતદાન; ભવાનીપુરમાં દીદી અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. ભવાનીપુર સાથે મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને શમશેરગંજ બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે

પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠક પર ચાલી રહ્યું છે મતદાન; ભવાનીપુરમાં દીદી અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
X

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. ભવાનીપુર સાથે મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને શમશેરગંજ બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. ભવાનીપુર બેઠક પરથી સ્વયં રાજ્યના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી મેદાનમાં છે. અહીં ટીએમસી અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે.

બંગાળના ભવાનીપુરમાં મતદાન ચાલી રહ્યું છે. અહીં ભાજપે ટીએમસી પર અરાજકતા નો આરોપ લગાવ્યો છે ભાજપે અહીંથી હાઈકોર્ટના વકીલ પ્રિયંકા ટીબરેવાલ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભવાનીપુરા થી કુલ 12 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી પાંચ મહિલા છે. ભવાનીપુર બેઠક પર કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી, જ્યારે CPM શ્રીજીવ વિશ્વાસને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.અહીં કોઈ પણ પ્રકારની ગરબડી ના ફેલાઈ તે માટે આ વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જે મતદાન કેન્દ્ર પર આજે મતદાન થઇ રહ્યું છે તેના 200 મીટર ના દાયરામાં સીઆરપીસીની કલમ 144 લગાવવામાં આવી છે.ભવાનીપુર માં 97 મતદાન કેન્દ્રોના 287 મતદાન સ્થળોમાંથી પ્રત્યેક પર કેન્દ્રીય દળના જવાનો તૈનાત કરવામાં આવશે. બૂથની બહાર સુરક્ષાની દોર કલકત્તા પોલીસ અધિકારીઓના હાથમાં હશે.

Next Story