Connect Gujarat
દેશ

વસીમ રિઝવીએ અપનાવ્યો સનાતન ધર્મ, જાણો શું છે હિન્દુ બનીને નવું નામ

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવ્યો છે. આ સાથે તેનું નામ પણ બદલાઈ ગયું છે.

વસીમ રિઝવીએ અપનાવ્યો સનાતન ધર્મ, જાણો શું છે હિન્દુ બનીને નવું નામ
X

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવ્યો છે. આ સાથે તેનું નામ પણ બદલાઈ ગયું છે. વસીમ રિઝવીનું નવું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે.

ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી (વસીમ રિઝવી)એ કહ્યું, "અહીં ધર્મ પરિવર્તન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી જ્યારે મને ઇસ્લામમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે હું કયો ધર્મ સ્વીકારું તે મારી પસંદગી છે. સનાતન ધર્મ એ વિશ્વનો પ્રથમ ધર્મ છે જેટલો સદ્ગુણ એમાં જોવા મળે છે અને કોઈ ધર્મમાં નથી. અમે ઇસ્લામને ધર્મ માનતા નથી. દર શુક્રવારની નમાજ પછી માથું કાપી નાખવાના ફતવા આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં જો કોઈ આપણને મુસ્લિમ કહે તો આપણે પોતે જ શરમ અનુભવીએ છીએ.

સોમવારે યતિ નરસિમ્હાનંદે ગાઝિયાબાદમાં વસીમ રિઝવીને હિન્દુ ધર્મમાં સામેલ કરાવ્યો. આ પછી જિતેન્દ્ર નારાયણ ત્યાગી એટલે કે વસીમ મંદિરમાં દેખાયા. અહીં તેના કપાળ પર ત્રિપુંડ હતો તેણે ગળામાં કેસરી વસ્ત્ર પહેર્યું હતું અને તે હાથ જોડીને ભગવાનની પૂજા કરી રહ્યો હતો.

વસીમ રિઝવી પોતાના નિવેદનોને લઈને સતત વિવાદોમાં રહે છે. લાંબા સમયથી તે આવા નિવેદનો આપી રહ્યો છે જેને ઈસ્લામ વિરોધી અને મુસ્લિમ વિરોધી માનવામાં આવે છે. મુસ્લિમ સમાજમાં પણ વસીમ રિઝવી સામે ઘણો ગુસ્સે હતો.

Next Story