Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર
X

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર હશે.ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની ચર્ચા થઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. આ બેઠકમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે યોજાયેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત પક્ષના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે 6 ઓગસ્ટના રોજ મતદાન થશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવાર 19 જુલાઈ સુધીમાં તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે. ઉમેદવારી પત્રની તપાસ 20મી જુલાઈના રોજ થશે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કરનાર ઉમેદવારો તેમની દાવેદારી 22 જુલાઈ સુધી પરત ખેંચી શકશે.

Next Story