Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળ: શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ,વાંચો શું સમગ્ર મામલો

EDએ પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતાના ઘરેથી રૂ. 20 કરોડથી વધુ રકમ રીકવર કરી હતી.EDએ અર્પિતાને પણ કસ્ટડીમાં લીધી છે

પશ્ચિમ બંગાળ: શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ,વાંચો શું સમગ્ર મામલો
X

ગઈકાલે મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જી નજીકનાં મનાતા અર્પિતા મુખરજીનાં ઘરેથી કરોડની રોકડ મળ્યા બાદ આજે શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. EDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જી ધરપકડ કરી લીધી છે.શિક્ષકોની ભરતીના કેસમાં દરોડા અને ત્યારબાદ પૂછપરછ બાદ પાર્થ ચેટર્જી ની ધરપકડ કરવામાં આવી છે.EDએ તેના નજીકના લોકો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું રિકવર કર્યું છે.

શુક્રવારે EDએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના મંત્રીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે હજુ પણ ચાલુ છે.EDએ પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતાના ઘરેથી રૂ. 20 કરોડથી વધુ રકમ રીકવર કરી હતી.EDએ અર્પિતાને પણ કસ્ટડીમાં લીધી છે મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જી છેલ્લા ઘણા કલાકોથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન EDએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેનો મંત્રી જવાબ આપી શક્યા નહીં. જે બાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે.પશ્ચિમ બંગાળ સરકાર મંત્રીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ સમગ્ર કાર્યવાહી શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ ભરતી વર્ષ 2016માં શરૂ થઈ હતી. જેમાં ગેરકાયદેસર રીતે ભરતી કરવા માટે માટે OMR શીટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.

Next Story