Connect Gujarat
સ્પોર્ટ્સ

World cup 2023: IND vs AFG :અફઘાનિસ્તાન સામે ભારતની 8 વિકેટે મેળવી જીત

World cup 2023: IND vs AFG :અફઘાનિસ્તાન સામે ભારતની 8 વિકેટે મેળવી જીત
X

વર્લ્ડ કપ મહાસંગ્રામમાં આજે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બળાબળના પારખા થયા હતા. આજે ભારતે અફઘાનિસ્તાન સામે 8 વિકેટે માર્યું મેદાન હતું,

આ મેચનો હીરો રોહિત શર્મા અને બુમરાહ રહ્યા હતા રોહિત શર્મા 84 બોલમાં 130 રન કર્યા હતા. જેમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી રનનો પહાડ ખડકી દીધો હતો. જોકે રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો બેટ પણ બોલ્યો હતો અને ભારતે આસાન જીત પોતાને નામ કરી હતી.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023 ની 9મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતના બોલરોની તાકાત સામે અફઘાનિસ્તાને 8 વિકેટના નુકસાને 272 રન બનાવ્યા હતા. કેપ્ટન શાહિદીએ 80 રન કર્યા હતા તો ઓમરઝાઈએ 60 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે 121 રનની ભાગીદારી નોંધાઈ હતી. અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધારે 80 રન સ્કોર કર્યાં છે. ભારતીય ટીમનાં ખેલાડી બુમરાહે 39 રન આપીને 4 વિકેટ પોતાના નામ કરી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી.

Next Story