Connect Gujarat
દેશ

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગુજરાતી વસ્તુની આપી ભેટ,તમને જાણીને લાગશે નવાઈ

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગુજરાતી વસ્તુની ભેટ આપી

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગુજરાતી વસ્તુની આપી ભેટ,તમને જાણીને લાગશે નવાઈ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 6 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખરેખર મિત્રતાનું અનોખું અને વિશ્વસનીય મોડેલ છે. 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટ દરમિયાન, મોદીએ ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધોને 'વિશેષ અને વિશેષાધિકૃત' વ્યૂહાત્મક ભાગીદારી તરીકે બિરદાવ્યા હતા.

આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગુજરાતી વસ્તુની ભેટ આપી હતી. ખંભાતના આદિવાસી સમુદાયે અકીક પથ્થરમાંથી બનાવેલા બાઉલ ભેટમાં આપ્યા હતા. આ બાઉલની સમગ્ર વિશ્વમાં ખુબ જ માંગ છે. અકીકના ઘરેણા અને અકીકમાંથી બનેલી વસ્તુઓની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. આ બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યા છે. બાઉલ બને તેવો મોટો પત્થર મળવો જ મુશ્કેલ છે. જો મળે તો તેમાંથી બાઉલ બનાવવું મુશ્કેલ છે. કારણ કે આ પત્થર ખુબ જ બટકણો હોય છે તેથી તેમાંથી બાઉલ બનાવવામાં ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે. તેવામાં આ બાઉલની માંગ સમગ્ર વિશ્વમાં છે. આ બાઉલ વિશ્વનાં ટોચનાં લોકોના રસોડામાં પણ અલભ્ય છે. ત્યારે વડાપ્રધાને ખંભાતના અકીકનું પ્રખ્યાત બાઉલ રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.

Next Story