New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/c6773ced-e2fc-4dc4-9ee4-1dfb73a23ebf.jpg)
SRH ના સુકાની વોર્નર અને ઓલ રાઉન્ડર બેન કટિંગ સહીત ના ખેલાડીઓ સામે RCB ના ધુરંધરો નો પરાજય
ઇન્ડિયન પ્રીમિયર લીગ 9 નો ફાનલ મુકાબલો બેંગ્લોર ના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ખેલાયો હતો,જેમાં પ્રથમ બેટિંગ કરીને SRH ના સુકાની વોર્નરે ઝંઝાવાતી બેટીંગ કરીને 69 રન કર્યા હતા.જેમાં બેન કટિંગે પણ ઓલ રાઉન્ડર દેખાવ કરીને અંતિમ ઓવરોમાં સિક્સ અને ફોરનો વરસાદ કરીને ટીમના સ્કોરને 208 રન સુધી પહોંચાડી ટીમને મજબુત બાનાવી દીધી હતી.જેના જવાબ માં RCB 200 રન કરી શક્યું હતું અને SRH ચેમ્પિયન બન્યું હતું.
208 રન ના લક્ષ્યને પાર કરવા માટે RCB ના વિસ્ફોટક બેટ્સ મેન ક્રિશ ગેલ અને ટીમના સુકાની વિરાટ કોહલી એ પણ જોરદાર ટક્કર આપતા માત્ર 10.3 ઓવર માં જ ટીમનો સ્કોર 114 રન સુધી પહોંચાડી ને જીત માટે મજબુત દાવેદારી નોંધાવી હતી.જોકે SRH ના બેન કટિંગે ગેલ ની મહત્વ ની વિકેટ ઝડપી હતી,આ પછી બેટ્સમેન રાહુલ ને પણ આઉટ કર્યો હતો.ટપોટપ બે વિકેટ RCB એ ગુમાવ્યા બાદ યુવા ફાસ્ટ બોલર સરને વિરાટ કોહલીને ક્લિન બોલ્ડ કરતા બેંગ્લોરની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.અને ત્યરબાદ ડિવિલિયર્સ પણ માત્ર પાંચ રન બનાવીને આઉટ થઇ ગયો હતો.અને એક સમયે વિજય માટે હોટ ફેવરીટ RCB હારની કગાર પર આવી ગયું હતું.અને SRH એ IPL ટાઈટલ જીતીને ચેમ્પિયન બન્યું હતું.જયારે બેંગ્લોર ત્રીજી વખત ફાઈનલ માં પરાજય ને પામ્યું હતું.