IPL-11માં આજથી ફ્રેન્ચાઇઝી ક્રિકેટરોને 'એક્સચેન્જ' કરી શકશે

New Update
IPL-11માં આજથી ફ્રેન્ચાઇઝી ક્રિકેટરોને 'એક્સચેન્જ' કરી શકશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૧ હવે રસપ્રદ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. કઇ ટીમ પ્લે ઓફમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેશે તેનું ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જશે. આઇપીએલ-૧૧માં આ વખતે પ્રથમ વાર 'મિડ સિઝન પ્લેયર્સ ટ્રાન્સફર'નો નિયમ અમલમાં લાવવામાં આવ્યો છે. સાદા શબ્દોમાં કહીએ તો એક ફ્રેન્ચાઇઝી બીજી ફ્રેન્ચાઇઝી સાથે તેના પ્લેયર્સની અદલ-બદલ કરી શકશે.

અત્યારસુધી ફૂટબોલ લીગમાં આ પ્રકારે પ્લેયર્સ ટ્રાન્સફર જોવા મળતી હતી. રાજસ્થાન રોયલ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલા સાથે આઇપીએલ-૧૧ની ૨૮મી મેચ રમાશે અને જેની સાથે જ 'પ્લેયર્સ ટ્રાન્સફર વિન્ડો' શરૃ થશે. ૧૦ મેના દિલ્હી ડેરડેવિલ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદના મુકબલા સાથે જ સિઝનની ૪૨મી મેચ રમાશે અને ત્યારે જ ટ્રાન્સફર વિન્ડોની સમયમર્યાદા પૂરી થશે. આમ, આગામી ૧૨ દિવસમાં પ્લેયર્સ ટ્રાન્સફર કરી શકાશે.

Read the Next Article

લોર્ડ્સ ટેસ્ટમાં વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ, નેટમાં કરી પ્રેક્ટિસ

ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાનારી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવા માટે તૈયાર છે.

New Update
sprtsss

ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાનારી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરવા માટે તૈયાર છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે બુમરાહ બર્મિંગહામમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો, પરંતુ મેચ પછી કેપ્ટન શુભમન ગિલે પુષ્ટિ આપી હતી કે તેને ત્રીજી ટેસ્ટ માટે પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવશે.

બોલિંગ કર્યા પછી, બેટિંગની પણ પ્રેક્ટિસ કરી

બુમરાહએ ત્રીજી ટેસ્ટ મેચ માટે પણ તૈયારી શરૂ કરી દીધી છે અને નેટ સેશન દરમિયાન પરસેવો પાડ્યો છે. તેણે લગભગ 45 મિનિટ બોલિંગ કરી અને પછી ડાબા હાથના સ્પિનર ​​અને થ્રોડાઉન નિષ્ણાત સાથે બેટિંગની પ્રેક્ટિસ પણ કરી. બુમરાહએ શ્રેણી શરૂ થતાં પહેલાં કહ્યું હતું કે તે આ પ્રવાસમાં ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમશે. બુમરાહ લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં રમ્યો હતો, પરંતુ બીજી ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ભારતે બીજી ટેસ્ટ મેચ જીતીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી દીધી છે.