Connect Gujarat

IPL - 11માં ફ્રેન્ચાઇઝી ચાલુ સિઝને ક્રિકેટરોની ટ્રાન્સફર કરી શકશે

IPL - 11માં ફ્રેન્ચાઇઝી ચાલુ સિઝને ક્રિકેટરોની ટ્રાન્સફર કરી શકશે
X

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં હવે ફૂટબોલ લીગ સ્ટાઇલમાં ક્રિકેટરોની ટ્રાન્સફર થઇ શકશે. ગત વર્ષે નવેમ્બરમાં યોજાયેલી આઇપીએલની મીટિંગમાં આ નિયમનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને હવે સ્વિકારી લેવામાં આવ્યો છે અને તેનો આગામી સિઝનથી જ અમલ શરૃ થઇ જશે.

સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઇ એક ફાસ્ટ બોલરને ફ્રેન્ચાઇઝી દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો છે.

હવે ચાલુ સિઝને અન્ય એક ફ્રેન્ચાઇઝીને તેની જરૃર જણાય તો એ તેની ટ્રાન્સફર કરવા માટે પ્રસ્તાવ મૂકી શકશે. આ અંગે આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતુ કે 'આ વખતની આઇપીએલથી મિડ સિઝન ટ્રાન્સફર શક્ય બનશે. જોકે, આ ક્રિકેટરોની મિડ સિઝન ટ્રાન્સફર કેટલીક શરતોને આધીન છે. જેમકે, માત્ર અનકેપ્ડ (આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નહિ ધરાવતા) ક્રિકેટરોની જ ટ્રાન્સફર કરી શકાશે.

આ ઉપરાંત ટ્રાન્સફર કરવામાં આવતો ખેલાડી બેથી વધુ મેચમાં રમ્યો હોવો જોઇએ નહીં. મેચ નંબર 28 થી મેચ નંબર 42માં ટ્રાન્સફર વિન્ડો ખોલવામાં આવશે. અન્ય ફ્રેન્ચાઇઝી દ્વારા કોઇ ચોક્કસ પ્લેયરની માગ હશે તો જ ટ્રાન્સફર કરી શકાશે. ' અલબત્ત, આ ટ્રાન્સફરમાં નાણા સંકળાયેલા છે કે કેમ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Next Story
Share it