Top
Connect Gujarat

IPL 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ ઉપર મોબાઇલ ફોનથી સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ

IPL 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ ઉપર મોબાઇલ ફોનથી સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ
X

ભરૂચ જીલ્લામાં હાલમા રમાઇ રહેલ IPL- 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર સટ્ટો રમતા ઇસમોને ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અનુસંધાને આવા ઇસમોને શોધી કાઢવા સુચના આપતા પેરોલ સ્કોડને મળેલ બાતમી આધારે અસરફ યુસુફભાઇ કમાણી રહે. ઇ/૧, બદર પાર્ક, શેરપુરા રોડ, ભરૂચનાનો પોતાની કસક ગરનાળા પાસે આવેલ અપના ફુટવેરની દુકાનમાં મોબાઇલ ફોનથી દિલ્હી V/s બેંગ્લોરની મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૧ કી.રૂપિયા ૫૦૦૦/- તથા લાવા કંપનીનો સાદો મોબાઇલ નંગ-૧ કી.રૂપિયા ૫૦૦/- તથા સેમસંગ કંપનીનું જુના મોડલનું ટીવી નંગ-૧ કી.રૂ. ૩૦૦૦/- તથા GTPL કંપનીનું સેટઅપ બોકસ નંગ - ૧ કી.રૂ. ૧૫૦૦/- રોકડા રૂપીયા - ૬૭૦/- મળી કુલ રૂપિયા ૧૦,૬૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ એલ.સી.બી.ના પો.સ.ઇ. કૃણાલ પટેલ ભરૂચે હાથધરી છે.

Next Story
Share it