Connect Gujarat
ગુજરાત

IPLની ફાઈનલ અમદાવાદમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે IPLની ફાઇનલ ?

IPLની ફાઈનલ અમદાવાદમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે IPLની ફાઇનલ ?
X

29 માર્ચના રોજ IPLનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં IPL ફાઈનલ રમવાની વાત સંપૂર્ણ પણે ખોટી પડી છે. IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો. આ નિર્ણયમાં જણાવ્યુ કે IPLની ફાઇનલ 24 મેના રોજ મુંબઈમાં રમાશે.

સોમવારે યોજાયેલી બેઠક બાદ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે,‘મેચના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાતના મેચ 8 વાગ્યાથી જ શરૂ થશે. પ્રથમવાર લીગમાં કન્કશન, થર્ડ અમ્પાયર નો-બોલનો નિયમ જોવા મળશે. મેચના નો-બોલને ફિલ્ડ અમ્પાયરના સ્થાને થર્ડ અમ્પાયર જોશે.

Next Story
Share it