ઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે

0
437

ભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે 9.28 વાગ્યે ઉપગ્રહ કાર્ટોસેટ -3 નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. હવે ભારતીય દળો પાકિસ્તાનની બેફામ પ્રવૃત્તિઓ અને તેમની આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે. જો જરૂર પડશે તો આ સેટેલાઇટની મદદથી સર્જિકલ અથવા એર સ્ટ્રાઈક પણ કરી શકાશે.

ઇસરોના વડા ડો. કે. સિવને સફળ પ્રક્ષેપણ પછી કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કારણ કે PSLV-C 47 એ CARTOSAT -3 અને અન્ય 13 અમેરિકન ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. તે સૌથી શક્તિશાળી કેમેરા વાળો નાગરિક ઉપગ્રહ છે. હું સેટેલાઈટની આખી ટીમને અભિનંદન આપવા માંગુ છું. કારણ કે, આ દેશનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ છે. હવે અમે માર્ચ સુધીમાં હજુ 13 ઉપગ્રહોને છોડીશું. આ અમારું લક્ષ્ય છે અને અમે નિશ્ચિતરૂપે તેને પૂર્ણ કરીશું.

લોંચપેડ -2 થી કાર્ટોસેટ -3 ને છોડાયો

ઇસરોએ 27 નવેમ્બરના રોજ સવારે 9.28 વાગ્યે શ્રીહરિકોટા દ્વીપ પર સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR) ના લોંચપેડ -2 થી કાર્ટોસેટ -3 ઉપગ્રહને લોન્ચ કર્યો. CARTO SAT -3 ઉપગ્રહને પીએસએલવી-સી 47 (PSLV – C47) રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો હતો. કાર્ટોસેટ -3 પૃથ્વીથી 509 કિ.મી. ની ઊંચાઈએ ચકકર લગાવશે.

આ ઉપગ્રહ હાથની ઘડિયાળનો સમય પણ જોઈ લેશે

કાર્ટોસેટ -3 એ તેની શ્રેણીનો નવમો ઉપગ્રહ છે. કાર્ટોસેટ -3 નો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઊંચાઈથી જમીન પર 9.84 ઇંચની ઊંચાઈ સુધીનું સ્પષ્ટ ચિત્ર લઈ શકશે. એટલે કે, તમારા કાંડા પર બાંધેલી ઘડિયાળ પર બતાવેલ ચોક્કસ સમય વિશે પણ સચોટ માહિતી આપશે.

કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો હશે

કાર્ટોસેટ-3 નો કેમેરો એટલો શક્તિશાળી છે કે, કદાચ હજી સુધી કોઈ પણ દેશએ આટલી ચોકસાઈ સાથે સેટેલાઇટ કેમેરો લોંચ કર્યો નથી. અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની ડિજિટલ ગ્લોબનું જીયોઆઈ -1 ઉપગ્રહ 16.14 ઇંચની ઊંચાઈ સુધીના ફોટા લઈ શકે છે.

કાર્ટોસેટ સીરીઝના 8 ઉપગ્રહો અત્યાર સુધીમાં લોન્ચ કરવામાં આવ્યા છે

  • કાર્ટોસેટ -1: 5 મે 2005
  • કાર્ટોસેટ -2: 10 જાન્યુઆરી 2007
  • કાર્ટોસેટ -2એ: 28 એપ્રિલ 2008
  • કાર્ટોસેટ -2બી: 12 જુલાઈ 2010
  • કાર્ટોસેટ -2 શ્રેણી: 22 જૂન 2016
  • કાર્ટોસેટ -2 શ્રેણી: 15 ફેબ્રુઆરી 2017
  • કાર્ટોસેટ -2 શ્રેણી: 23 જૂન 2017
  • કાર્ટોસેટ -2 શ્રેણી: 12 જાન્યુઆરી 2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here