Connect Gujarat
ગુજરાત

જંબુસર: દહેગામમાં દબાણો દૂર નહીં થતાં આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે યુવકની કરી અટકાયત

જંબુસર: દહેગામમાં દબાણો દૂર નહીં થતાં આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે યુવકની કરી અટકાયત
X

જંબુસર તાલુકાના દહેગામ ગામે ગેરકાયદેસર બાંધકામને

લઇને ગામના યુવકે આત્મવિલોપનની ચીમકી આપી છે.

જંબુસર તાલુકાના દહેગામ ગામે ગ્રામ પંચાયતની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ૧૯ જેટલા બાંધકામોને લઈને ગામના રહીશ હુસૈનઅલી

કરીમ મલેક દ્વારા ઘણા સમયથી અરજીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

પરંતુ જવાબદાર વિભાગ દ્વારા કોઇ પગલાં નહીં ભરાતા યુવકે તાલુકા પંચાયત ખાતે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે યુવક તાલુકા પંચાયત પહોંચે તે પહેલાં જ તેની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે વધુમાં હુસેનઅલીએ જણાવ્યું હતું કે, ગામના દબાણોને લઇને તેમના દ્વારા તાલુકા પંચાયત કચેરી, કલેક્ટર કચેરી સહિત ગાંધીનગર

સુધી અરજી કરાઇ છે, પરંતુ કોઇ નિકાલ નહીં આવતાં આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. યુવકે કહ્યું હતું, થોડા સમય અગાઉ જ ગામના

સરપંચ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ હટાવવાની

કામગીરી કરાઇ હતી. પરંતુ તે માત્ર ઉકરડા અને બાવળ સુધી જ સીમિત રહી

હતી. સરપંચે ફક્ત સાફસફાઈ જ કરવી છે. સાચા દબાણો તો તોડવાના રહી ગયા

છે.

યુવક દ્વારા આત્મવિલોપન અંગે મંજૂરી માંગતો લેટર કલેકટર કચેરી મોકલવામાં આવ્યો હતો અને સોશિયલ

મીડિયામાં પણ મેસેજ ફરતા કર્યા હતા. જેથી તાલુકા પંચાયત પહોંચતાં પહેલાં જંબુસર પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. અને વધુ પૂછપરછ

માટે જંબુસર પોલીસ સ્ટેશને લવાયા હતા.

Next Story