Connect Gujarat
Featured

જામનગર: મહાનગર પાલિકાની ચૂંટણીમાં 64 બેઠક માટે 500 મુરતિયાઓ,જુઓ ભાજપનીસેન્સ લેવાની પ્રક્રિયા

જામનગર: મહાનગર પાલિકાની ચૂંટણીમાં 64 બેઠક માટે 500 મુરતિયાઓ,જુઓ ભાજપનીસેન્સ લેવાની પ્રક્રિયા
X

રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરાતા જામનગરમાં ભાજપ પક્ષ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં 500થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે

રાજ્યના ચુંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની જાહેરાત કરી દેતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષકો શહેરના જુદા જુદા ત્રણ સ્થળોએ દાવેદારી કરનારાઓને સાંભળ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ અને 64 બેઠક માટે ભાજપના નિરીક્ષકો આજે સેન્સ લેવાની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો . આ વચ્ચે સૌથી આશ્ચર્યની વાત એ છે કે 64 સીટ માટે 500 થી વધુ દાવેદારોએ દાવેદારી નોધાવી હતી તો 50% મહિલા અનામત વચ્ચે મહિલા દાવેદારોની સંખ્યા પણ આજની સેન્સ દરમિયાન મહત્વની બની રહી હતી.

Next Story