• ગુજરાત
 • લાઇફસ્ટાઇલ
વધુ

  જામનગર : કોરોના વેક્સિન અંગે લોકોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો પરિસંવાદ

  Must Read

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો...

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર...

  જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સિન અંગે નિષ્ણાંત તબીબો અને ફ્રન્ટલાઇન વર્કસ માટે પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં રસી અંગેના લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  જામનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ પરિસંવાદમાં લોકોને મૂંઝવતા સામાન્ય પ્રશ્નો જેવા કે, રસી કેટલા લાંબા સમય સુધી રક્ષણ આપે છે? રસીની અસરકારકતા અને પ્રમાણિકતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ક્યાં વ્યક્તિઓ રસીકરણને પાત્ર છે? આ માટે નોંધણી કરાવવાની પ્રક્રિયા શું છે? જેવા વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતા. તેમજ રસીની આડઅસર, કો-મોર્બીડ લોકોની રસી લેવા અંગેની દુવિધાઓ અને રસી વિષે લોકોમાં ફેલાયેલી ગેર માન્યતાઓને તબીબો દ્વારા દૂર કરવામાં આવી હતી.

  કોરોના રસીકરણ ઝુંબેશનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. જોકે પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે, ત્યારે આ રસીની કોઈ જ આડઅસર જોવા મળી નથી તેમ જણાવી ડીન નંદીની દેસાઇએ કહ્યું હતું કે, આ રસી ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, 18 વર્ષથી ઓછી વયના બાળકો અને ગર્ભાધાનનું આયોજન કરતા કપલ સિવાયના દરેક આ રસીકરણને પાત્ર છે. રસીકરણની પ્રક્રિયા વિશે વધુ માર્ગદર્શન આપતા કમિશનર સતીશ પટેલ અને ડી.ડી.ઓ વિપિન ગર્ગએ જણાવ્યું હતું કે, આ માટે નોંધણી થયેલ વ્યક્તિને કોવિન સોફ્ટવેર દ્વારા રસી મૂકવાના આગલા દિવસે જ મેસેજ કરવામાં આવે છે. જે તે તારીખ અને સમય અનુસાર લાભાર્થીએ રસી માટે આધારકાર્ડ સિવાયના પણ પોતાના કોઈ એક ફોટો આઇડી જેમ કે, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જણાવેલ સ્થળ પર વેક્સિન લેવા આવવાનું રહેશે. જામનગર શહેરમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર, એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે અને મહાનગરપાલિકાના ફાયર ટર્મીનલ ખાતે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ વેક્સિનના પ્રથમ ડોઝ બાદ 28 દિવસના સમયગાળા પછી બીજા ડોઝ માટે પણ આ જ રીતે પ્રક્રિયા કરવાની હોય છે.

  રાહુલ ગાંધીએ લોકસભામાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું- ‘હમ દો, હમારે દો’ની સરકાર છે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...

  More Articles Like This

  - Advertisement -