Connect Gujarat
Featured

જામનગર : હોમગાર્ડ જવાનોના મતદાન સમયે થયો હતો વિવાદ, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ પુનઃ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ

જામનગર : હોમગાર્ડ જવાનોના મતદાન સમયે થયો હતો વિવાદ, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ પુનઃ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ
X

જામનગર શહેરમાં અગાઉ હોમગાર્ડ જવાનોના મતદાનમાં વિવાદ થયા બાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ આજે ફરીથી ચૂંટણી ફરજ પર હાજર રહેનાર હોમગાર્ડ જવાનો માટે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરવામાં આવી હતી.

જામનગરમાં ગત 2 દિવસ પહેલા ચૂંટણી પ્રક્રિયામાં બંદોબસ્તની કામગીરી કરનાર હોમગાર્ડ જવાનો માટે હોમગાર્ડ કચેરી ખાતે મતદાન પ્રક્રિયાનું આયોજન કરાયું હતું, જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં મતદાન સમયે વિવાદ સર્જાતા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરના દ્વારા 400 જેટલા બેલેટ પેપર રદ્દ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ફરીથી હોમગાર્ડ જવાનો માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના અંદાજે 532 જેટલા હોમગાર્ડઝ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકે શહેરના વોર્ડ નંબર 1થી 16ના ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટ મતદાન કર્યું હતું.

Next Story