/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/IMG-20180908-WA0042.jpg)
જામનગરનાં મહિલા સાંસદે શીવજીને દાન કર્યું 9 લાખનું સોનાનું છત્ર
છોટીકાશી તરીકે પ્રસિદ્ધ જામનગરમાં ત્રણસો પચાસથી પણ વધુ શિવ મંદિરો આવેલા છે. જામનગરમાં પ્રતિવર્ષ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં મહાદેવ હર મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવનાં આશુતોષ સ્વરૂપની પાલખી પસાર કરવામાં આવે છે. આજે શ્રાવણ માસની શિવરાત્રી હોય જામનગરનાં મહિલા સંસદ પુનમબેન માડમે તેમના ઘરે આશુતોષ મહાદેવની પ્રતિષ્ઠા કરાવી મહાદેવને રૂપિયા નવ લાખની કિંમત નું સોને મઢેલું છતર ભેટ કર્યું હતું.
મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા જામનગર નાં વિવિધ દાતાઓ પૂર્વ સંસદ વિક્રમભાઈ માડમ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા તેમજ હજારો શિવભક્ત શ્રધ્ધાળુ ઓના પાઈ પાઈ ની કિંમત નાં રૂપિયાના દાન થી અંદાજે રૂપિયા બાવીસ લાખ ની કિંમતે આશુતોષ મહાદેવ ની સોનાચાંદી જડિત પ્રતિમા અને પાલખી તૈયાર કરવામાં આવ્યા છે શ્રાવણ માસ દરમિયાન આ પાલખી અલગ અલગ શિવ ભક્તો નાં ઘરે યજમાન સ્વરૂપે જાય છે આ આશુતોષ મહાદેવ માં ત્રિશુલ ડમરું નાગ અને ત્રિકમ સોને મઢેલા છે જ્યારે પાલખી અને સમગ્ર પ્રતિમા ચાંદી થી બનેલી છે સાંસદ પુનામેબન માડમે લઘુ રુદ્રી સહીત ની ધાર્મિક ક્રિયાઓ માંભાગ લઇ છત્ર નું દાન કર્યું હતું